0

Join Our FaceBook Group To Get More and More Fast Update With Direct Link.. CLICK HERE

Join Our Whatsapp Group To Get More and More Fast Update With Direct Link.. CLICK HERE

Download our android App 'E-edugujarat'and Download Direct Materials CLICK HERE


મલયે મંદિરમાં દર્શન કરીને બહાર આવેલાં એક બાંકડા પર બેઠો. સવારનો પહોર હતો. વાતાવરણ શાંત હતું. ચારેબાજુ એક પ્રકારનું આહ્લાદક વાતાવરણ પથરાયેલું હતું.
“ હેલ્લો “ એક અતિ જાણીતો અવાજ આવ્યો. મલયે આંખો ખોલી તો સામે દિશા ઊભી હતી. એ જ રમતિયાળ સ્મિત!!! એજ આંખોની મસ્તી!! એજ લાવણ્યની નજાકત!!
“ ગુડ મોર્નિંગ , આવો બેસો, “ મલય બોલ્યો ,અત્યારમાં જ આ પડીકું એને ભટકાશે અને એ પણ અહીં એની એને કલ્પના પણ નહોતી.
મલય ભટ્ટ અમદાવાદની એક જાણીતી કંપની “નેશનલ ગિયર” કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે કામ કરતો હતો. એકદમ ગૌર ચહેરો , સપ્રમાણ મોઢું, મધ્યમ કહી શકાય એવો બાંધો, એક પ્રોફેશનલ લુક!! ઉમર હતી ૩૮ ની પણ કોઈને લાગે નહીં હજુ પણ ૨૮નો જ લાગે. પરણિત , એક ચાર સંતાન નો બાપ, બધી જ રીતે સુખી , એમ કહેવાય છે કે ભગવાન તમને ધન, દોલત, એશ, આરામ, વારસો અને વૈભવ બધુ જ આપે પણ તમને શાંતિ તો તમારી પત્ની જ આપી શકે!! મલયને આ બાબતમાં સાવ શાંતિ!! પત્ની આરતી ડબલ ગ્રેજુએટ પણ એટલી જ સાલસ!! ઘરમાં આરતી હોય એટલે વાતાવરણમાં એક જાતની મીઠાશ પ્રસરી જાય.. સંતાન માં ચાર વરસનો દિવ્યેશ!
“ક્યાં ખોવાઈ ગયાં” દિશાએ એનો હાથ પકડીને કહ્યું.અને મલય પોતાની તંદ્રામાંથી બહાર આવ્યો. દિશા તેને સાવ અડીને ચપોચપ બેઠી હતી. આજે તેણે લેમન યલો રંગનું ચુસ્ત ટી શર્ટ પહેર્યું હતું.સાવ સામાન્ય કહી શકાય એવો મેકઅપ માથામાં પિન્ક રિબન ,પિંક નીલ પૉલિશ,પિન્ક પર્સ ,અને જોયું તો પિન્ક સેંડલ્સ!! એક જાતની ગજબની સુંદરતા.....
“ક્યાંય નહીં અહિજ જ છું બોલો” મલયે હસીને કહ્યું. ખરેખર તો મુંજાઈ ગયો હતો.છેલ્લાં વીસ દિવસથી એ બે પ્રકારની મુંજવણથી પરેશાન હતો.
“તમે બલરાજ સહાની ના કોઈ સગા નથી થતાં ને!! “ દિશાએ આંખો નચાવીને કહ્યું.
“નહીં તો, કેમ પૂછવું પડ્યું. “ મલયે કહ્યું.
“ એટલામાં માટે કે તમે આવો, બેસો, બોલો, આવું બધુ બોલોને એટલે પૂછ્યું બાકી તમે જાણો છો ને એકવચનમાં આત્મીયતા હોય છે!!! ચાલો ત્યારે હું આપશ્રીનો વધારે વખત નહીં લઉં!!” કહીને તે ઊભી થઈ.
“ના બેસને “ મળ્યે કહ્યું..
“ આજ મારે થોડી ઉતાવળ છે, અને હજુ મળીશું જ ને, અને હા મે તમને બે પેલા મારા નંબર આપ્યા છેને તે મને મેસેજ કરવા માટે આપ્યાં છે ઓકે ચાલો ત્યારે બાય!! ખીલખિલાટ કરતી તે જતી રહી.. મલય જોઈ રહ્યો ભગવાને એટલી બધી સુંદરતા આપી હતી કે એમજ લાગે કે એક હરિયાળો બગીચો ચાલ્યો જાય છે.
મલય ભટ્ટે આજથી બરાબર ત્રણ માસ પહેલા કોરિયાની એક કંપની કે જે પોતાની પોતાની પ્રોડકટ્સ ઈન્ડિયામાં લોન્ચ કરવા જય રહી હતી ત્યાં એપ્લીકેશન કરી હતી. કંપનીનું વાર્ષિક પેકેજ પચ્ચીસ લાખ રૂપિયા હતું ને ઉપરાંત બંગલો, ગાડી, કૂક, અને ઉપરથી ૨૦ દિવસની વિદેશ યાત્રા ફેમિલી મેમેબર સાથે!! ખૂબ જ આકર્ષક ઓફર અને ઉજ્જવળ ભવિષ્યને કારણે મેનેજર ની પોસ્ટ માટે એણે એપ્લાય કરી હતી. લેખિત કસોટી પાસ કરી. ગ્રૂપ ડિસ્કશન પણ પાસ કરી છેલ્લે એટીટયુડ કસોટી માટે ફાઇનલ ૨૦ બોલાવ્યાં અને એક બિલ્ડિંગમાં પૂરી દીધા. બે કલાક પછી કહેવામા આવ્યું કે હજુ બે ક્લાક પછી તમારી ટેસ્ટ લેવામાં આવશે. અને બે ક્લાક પછી કહેવામા આવ્યું કે તમારી ટેસ્ટ પૂરી થઈ ગઈ છે. આપ જઇ શકો છો. બહાર નીકળતી વખતે અમુક સિલેકટેડ વ્યક્તિઓને પરબીડિયાં આપવામાં આવ્યા હતા એમાં મયંક પણ સામેલ હતો.. પરબીડિયું બહાર જઈને ખોલ્યું લખ્યું હતું કે “એક મહિના પછી આપણે ફાઇનલ માટે બોલાવવામાં આવશે.. આભાર..
હવે ફક્ત દસ દિવસ જ બાકી હતાં.. મયંકને મુંજવણ થતી હતી કે શું એ સિલેક્ટ થશે?? એ મુંજવણની સાથે છેલા ૨૦ દિવસથી આ ખૂબસૂરત અને મીઠી મુંજવણ પાછળ પડી હતી. શરૂઆત ફેસબુક પરથી થઈ... Hi disha here... i see your pic and profile can we become friendzzz થી શરુ થયેલો સિલસિલો ખૂબ જડપથી આગળ વધી રહ્યો હતો. શરૂઆતમાં તો ફેસબુક પર ચેટ થયો. મલય દેખાવડો તો હતો જ અને કોલેજ કાળમાં કેટલીય છોકરો એની બાઇક પાછળ બેસવ માટે આતુર હતી ઇનો એને અનુભવ થઈ ચૂક્યો હતો. એટલે આ વાતની કોઈ એને નવાઈ નહોતી લાગી. છોકરીઓની મિત્રતા એને ગમતી, પણ એક મર્યાદામાં અને એને જ કારણે એ લોકપ્રિય હતો. ઘણી ધનાઢ્ય અને રૂપાળી છોકરીઓને સાઈડ લાઇન કરીને મલયે આરતીને પસંદ કરી હતી. એ સારી રીતે જાણતો હતો કઈ ચીજ રસોડામાં સારી લાગે અને કઈ ચીજ શો કેસમાં સારી લાગે!! લગ્ન થયા બાદ મલય લગભગ કોઈ સ્ત્રી સાથે વાત જ ના કરતો. એ એમની ઓફિસ પત્ની, બાળક, અને થોડા મિત્રો આ જ એનો પરિવાર!! પણ કોણ જાણે આ દિશામાં એવું તે શું ચુંબકીય બળ હતું કે તે એની સાથે વાત કરતો હતો. ફેસબુકમાં પરિચય થ્ય પછી બરાબર ત્રીજા દિવસે ઇસ્કોન મોલમાં જ એને મળી ગઈ અચાનક અને ઓળખાણ આપી. આ તો ફેસબુકમાં તેના ડીપી કરતાં પણ સુંદર છે. એય ને વાદળી રંગનું ટી શર્ટ વ્હાઇટ જીન્સ લીલા રંગ ની હેર પિન, લીલા રંગની નેઇલ પૉલિશ, અને નીલા રંગ ના સેન્ડલ!! મલય તો આભો જ બની ગયેલો. દિશા તો ફક્ત એની આંખોમાં આંખ પરોવીને વાત કરતી હતી જ્યારે મલયે એને નખશિખ નીરખી લીધી હતી!! થોડી વાતચીત થઈ, કોફી પીધી પછી મલયે યોર્કર ફેંક્યો!!
“ હું પરણિત છુ”!!
“ તો ખૂબ સારું , આમેય મને તમારી જેવા સાચાબોલા પુરુષો ખૂબ ગમે “ દિશાએ મલયે ફેંકેલા યોર્કરમાં ય સિક્સ ફટકારી દીધી. થોડી આડા અવળી વાતો થઈ ફિલોસોફી ની વાતો થઈ.. આજકાલ ફિલોસોફીનો ઉપયોગ જીવનમાં ઓછો અને કોઈને પ્રભાવિત કરવામાં વધુ થાય છે!! એક બીજાના નંબરો લઈને છૂટા પડ્યા..
મલય ઊભો થયો, મંદિર ની બહાર નીકળ્યો. ચાલતો ચાલતો ઘરે ગયો. આરતીએ પૂછ્યું
“ કેમ આજે મંદિરે મોડુ થયું , કોઈ જાણીતું મળી ગયું હતું કે શું ? “ આરતીના સવાલમાં કોઈ ઇન્વેસ્ટિગેશન નહોતું પણ એક પ્રકારની નરી નિખાલસતા સવાલ હતો. જવાબમાં તેને સ્મિત કર્યું. જમવાનું તૈયાર હતું થોડું જમીને તે ઓફિસે જવા તૈયાર થયો. ઓફિસમાં જય ને જોયું તો દિશાએ ૪૫ મેસેજ વોટસએપમાં મોકલ્યા હતાં. મલયને થયું કે હવે આનો કોઈ રસ્તો કાઢવો તો પડશે. હા મિત્રતા બરાબર છે, વિચારોની આપ લે બરાબર છે પણ આ તો સાલી લઈ હાલી.. મિસ યૂ ,આજે તો મને આનંદ થયો, ભગવાને મારી પ્રાર્થના સાંભળી, ને આજે તો હું દુનિયાની સૌથી ભાગ્યશાળી છુ, આજે તો મને ભૂખ જ નથી, તમને જોઈને ધરાઇ ગઈ, તમે ફિલ્મો માં કામ કરતાં હોત તો રણવીર ને કોઈ ઓળખતું પણ ના હોત!! આવા મેસેજનો શું મતલબ?? એણે જાળવી જાળવી ને ૫ મેસેજના જવાબ આપ્યા તો એના આભાર માનતા બીજા ૨૦ મેસેજ આવ્યા.. મલયે કંટાળીને મોબાઈલ ટેબલ પર મૂકીને પોતાને કામે વળગ્યો..
બે દિવસ પછી એ આરતી અને દિવ્યેશ લઈને કાંકરીયા ફરવા ગયો.ટોય ટ્રેનની ટિકીટ લઈને એ ગાડીની રાહમાં જ હતો. દિવ્યેશને આ ટોય ટ્રેન ખૂબ જ ગમતી એ આ રીતે વારંવાર દિવ્યેશ અને આરતીને લઈને કાંકરીયા આવતો.!! ટ્રેન આવી એ ગોઠવાયા અને અચાનક જ બરાબર સામેની સિટમાં દિશા આવીને ગોઠવાઇ ગઈ.. અને મલય ને થયું કે માર્યા ઠાર !! આ વિકેટ મારુ ઘર ભાંગીને જ રહેશે.. પણ એવું કશું ના થયું. એણે તો મલય ની સામે પણ ના જોયું.. એ તો આરતી અને દિવ્યેશની સામું જોઈને વાતો કરતી હતી,પેલા કેવું કાંકરિયા હતું ને આજે કેવું છે. મલયે જોયું આજે દિશા એ બ્લેક ટી શર્ટ . ગ્રે જીન્સ , રેડ હેર પિન્સ, રેડ નેઇલ પૉલિશ ને રેડ શૂઝ હા આજે તે શુઝમાં હતી અને આજે પહેલી વાર તેને લિપસ્ટિક લગાવી હતી.. ટોય ટ્રેન આંટો મારીને પાછી આવી ત્યાં સુધીમાં તો એ ને આરતી મિત્રો બની ગયા. હેઠા ઊતરતી વખતે એણે દિવ્યેશ ને તેડી લીધો. અને એક સેલ્ફિ પણ લઈ લીધી અને બોલી “ કેવો ક્યૂટ છે નહીં”
“હા પણ બેન એ તોફાન બહુ જ કરે છે” આરતીએ દિવ્યેશને દિશા પાસેથી લઈને બોલી.
“મને પણ નોટિ લોકો ગમે “ એમ કહીને એણે પ્રથમ વાર જ મલય સામે જોઈને કીલર સ્માઇલ આપ્યું. અને પછી આરતી ને ગળે વળગીને અને દિવ્યેશ ની સામે ટાટા બાય બાય સી યું!! કહીને વંટોળની જેમ ચાલી ગઈ અને મલયનો શ્વાસ નીચે બેઠો..
“કેવી રૂપાળીને સમજદાર છે નહીં, આજકાલ આવી છોકરીઓ બહુ ઓછી જોવા મળે છે.. નહીં “ આરતી બોલી.. દિવ્યેશને પણ થયું કે સમજદાર તો છે એણે મારી સાથે વાત પણ ના કરી. પણ એણે કોઈ જવાબ ના આપ્યો. બધા કાંકરિયાના ગેટ પાસેથી બહાર નીકળતા હતાં ત્યાજ એ પોતાની બ્લેક રંગની કાર લઈને નીકળીને ગાડી ઊભી રાખીને પૂછ્યું કે આવવૌ છે મારે નિકોલ ચાર રસ્તા તરફ જ જવું છે..
“ ના “મલયે બે હાથ જોડીને કહ્યું. અને ઉમેર્યું “ અમારે થોડું શોપિંગ પણ કરવું છે.” ચાલ બેટા આવજે કહીને દિશાએ ગાડી ચલાવી!!
“ કેવી સંસ્કારી ને સમજુ છોકરી છે નહીં , જેને પણ મળશે એનાં ભાગ્ય ખૂલી જશે “ આરતી એ મલયની સામે જોઈને કહ્યું. સંસ્કારી ?? મલયને મનોમન હસવું આવ્યું. એનાં સંસ્કારો તો વોટસેપના મેસેજમાં દેખાઈ આવતા હતાં.. તેને આરતીને કહ્યું..
“ તારી આ ખામી છે આરતિ કે તું જલ્દીથી પ્રભાવિત થઈ જાય “
“ બરાબર છે તમને પેલી વાર જોયાને ત્યારે આ ખામી હતી જ ને “ આરતી પણ આજ મલયને આજ ચીડવવાના મૂડમાં હતી. એણે આ કીધું ને એક હળવી ટપલી મલયે આરતીના ગાલ પર મારી દિવ્યેશ મમ્મી પાપાની આ હરકતો જોઈ રહ્યો હતો હસી રહ્યો હતો. એક મઘમઘતું અને પ્રસન્ન દંપતી રોડ પર ચાલીને જતું હતું..
એ રાતે વળી કેટલાય મેસેજ આવ્યાં... કંટાળીને મલયે ઓલ ડીલેટ કરીને સૂઈ ગયો.. બે દિવસ પછી એ બગીચામાં લટાર મારવા નીકળ્યો. ઓફિસેથી આવીને એ ફ્રેશ થયો આરતી દિવ્યેશ ને લેશન કરાવતી હતી.. અને થોડે દૂર આવેલા બગીચાના છેક ખૂણામાં આવેલ છેલ્લાં બાંકડા પર બેઠો હતો. અને અચાનક દિશા આવી.. આજ તે સાડીમાં હતી.. કેસરી સાડી. વ્હાઇટ સિફોનનું સ્લીવ્લેસ બ્લાઉજ!!આજ એણે ચોટલો વાળેલો હતો.. પણ જે રબબરની રિંગ હતી એ નેવી બલ્યુ હતી.માથા પર બિંદી બલ્યુ હતું.. આજે આઈ શેડ બ્લૂ અને પર્સ પણ બ્લ્યુ આજે એણે હાઇ હિલના બ્લ્યુ સેન્ડલ પહેર્યા હતાં !!
“ હાઇ કેમ છે આમ એકલા એકલા બેઠા છો કે પછી કોઈની રાહમાં છો “
“ બસ વોકિંગમાં નીકળ્યો હતો. આરામ કરવા બેઠો છુ, આવ. !!! મલયે કહ્યું.
“તે મારાથી નારાજ છો કે શું કાલથી મેસેજ ના જવાબ પણ નથી આપતાં” એક અંગડાઇ લઈને દિશા બોલી ને જ્યારે એણે અંગડાઇ લીધી ત્યારે વાતાવરણમાં એક “સ્પેનિશ લેડી” પરફુમ્સ ની સુવાસ ફેલાઇ ગઈ.
“ સમય ના હોય મારી પાસે “ મલય હવે જડપથી જ આ મેટર અહીં પૂરી કરવા માંગતો હતો..
“ પણ મારી પાસે તો પૂરો સમય છે “ એમ કહીને દિશા નજીક આવી ને બે હાથ ફેલાવીને મલયના ગળા ફરતે હાથ વીંટયા કે તરત જ એક ઝટકો લાગ્યો દિશાને મલયે એણે દૂર હડસેલીને એક થપ્પડ મારી દીધી.. સટાક .............
“ કઈ લાજ શરમ છે કે નહીં, શું જમાનો આવ્યો છે, આમ કહીને બબડતો બબડતો મલય જલ્દીથી બગીચામાં ચાલ્યો.. આ બાજુ દિશા ઊભી થઈ. આંખમાં આંસુ હતાં.. એક જોરદાર થપ્પડ ને કારણે ગાલ બળતો હતો .. પર્સમાથી એણે અરીસો કાઢ્યો.. જોયું મલયની ચાર આંગળી એનાં ગાલ પર ઉપસી આવી હતી.. બળતરા થતી હતી... અને પેલો અવાજ સંભળાયો... સટાક... સટાક... દિશા હસી.. જોરદાર હસી... અને પછી ચાલતી થઈ... મલય ગેટની પાસે પહોંચ્યો ત્યાં એક ખાદિધારી યુવાન હાથમાં મોબાઈલ લઈને નાચતો હતો.. મલયને જોઈ તેનો હાથ પકડીને કહ્યું કે
“ સાંભળો સાહેબ આ નવોદિત કવિ ખૂબ ગજબનું લખે છે તમે ફક્ત એની બે પંક્તિઓ વાંચો તમને મજા આવશે પ્લીજ!! મલય ઊભો રહ્યો અને પેલાએ મોબાઈલમાથી કવિતા વાંચવાનું શરૂ કર્યું
“ ના ધંધો ગમે છે ના નોકરી ગમે છે “
“ જ્યાંરથી મને એક છોકરી ગમે છે “ આમાં કવિ એમ કહેવા માંગે છે કે’’’ “સટાક ....... મલયે પેલા યુવાનના ગાલ પર એક થપ્પડ છોડી દીધી પેલાને વાક્ય પણ પૂરું કરવા દીધું અને કાંઠલેથી પકડીને કહ્યું કે “ હવે જો આ બાજુ ડોકાણો છોને તું વારો પાડી દઇશ... સાળા આવાને આવા મળે છે.. કાઇ ધંધો જ નહીં બોલો... પેલીથી માંડ છૂટકારો થયો ત્યાં આ ભટકાણો.... તે આવો ગુસ્સે ક્યારેય નથી થયો.. આજ આખું શરીર ધૂંધવાતું હતું... ઘરે પહોંચ્યો..
બે દિવસ પછી કોલ આવ્યોને પેલી કોરિયન કંપનીમાથી કે આપ આ સમયે ફાઇનલ સિલેકશન માટે આવી શકો છો.. મનમાંથી બધીજ ચિંતાઓ જતી રહી હવે એણે લાગ્યું કે સફળતા હાથ વેંતમાં જ છે.. સવારે વહેલો ઉઠ્યો. સરસ રીતે તૈયાર થયો આજ એ આરતી ની પાસે ગયો.. આરતી ચા બનાવતી હતી. આરતી ના ચહેરો હાથમાં લીધો.. આરતીએ શુભેચ્છા પાઠવી ..ચા પીને એ રવાના થયો... બરાબર અગિયાર વાગ્યે એ આપેલા સ્થળે પહોંચ્યો. દરવાજે વાતચીત થઈ. ફિંગર પ્રિન્ટ લેવાણી.આંખની કીકીઓનું સ્કેનિંગ કરાયું.. અને પછી એક ગાર્ડ આવીને તેને એક ભવ્ય ઇમારતમાં દોરી ગયો.. દીવાનખાના માં એ બેઠો..
પાંચ મિનિટમાં એક પહાડી અવાજ સંભળાયો
“ વેલકમ મિસ્ટર મલય ભટ્ટ “ યૂ આર સિલેક્ટેડ એજ અ પ્રોજેકટ મેનેજર ઓફ ધીસ ફર્મ!!! સેકન્ડ ફ્લોર પરથી દાદર ઉતરતા ઉતરતા એ પહાડી વ્યક્તિત્વ બોલ્યું એક હાથ ખિસ્સામાં અને એક હાથમાં બ્રાંડેડ પાઇપ...!!! સાંભળીને મલય ને થયું કે તે સપનું તો નથી જોતોને !! ખૂબ જ ભાવાવેશમાં આવી ગયો મલય, આંખો ભીની થઈ, એ ઊભો થયો અને આભાર વ્યકત કર્યો. સામે એક ભવ્ય કહી શકાય એવું વ્યક્તિત્વ હતું એય ને પાછું સૂટ અને બુટમાં!!
“મારુ નામ આદિત્ય સિંઘાનીયા અને હું તમને હવે મારી પત્ની સાથે ઓળખાણ કરાવું છુ” એમ કહી ને આદિત્યે બૂમ પાડી...
“કમ ઓન સ્વિટી “ અને દિવાખાનાનું સામેનું બારણું ખૂલ્યું.. અને જોયું તો ટોટલી એસી બંગલામાં મલય ને પરસેવો છૂટી ગયો..
“રિલેક્સ મિસ્ટર ભટ્ટ રીલેક્સ લો પાણી પીવો, અને આ રૂમાલ થી પરસેવો લૂછી નાંખો” આદિત્યે મલયની પડખે બેઠો અને પીઠ થપથપાવી અને કહ્યું..
“રિલેક્સ માય ચાઇલ્ડ રિલેક્સ” મીટ માય વાઇફ મિસીસ રોમા સિંઘાનિયા જે તમને દિશા ના સ્વરૂપે મળી હતી વારંવાર..””” સામે દિશા ઊભી ઊભી પોતાનો થપ્પડ વાળો ગાલ પંપાળતી હતી.. હવે મલયે ઊંચું જોયું.. આજ વળી એ એકદમ પ્રિંટેડ ટી શર્ટમાં હતી!! ખુલ્લાં વાળ, કોફી ઈયર રિંગ , કોફી બેંગલ્સ અને પગમાં કોફી સ્લીપર.. બધુ જ કોફી રંગનું હતું.. એ ‘કોફી’ ની સામે મલય નો ચહેરો આજ ‘ફિકો’ હતો.. ચાલો હવે હું તમને વિગતે સમજાવું!!!
“યુ સી મિસ્ટર ભટ્ટ કે આ કંપનીમાં મોર ધેન ૫૦૦ લોકો કામ કરે છે અને એમાં મોર ધેન હાફ છોકરીઓ છે.. અમે એવા મેનેજરની શોધમાં હતાં ‘જે નજરનો ચોખ્ખો હોય અને જરા નોખો હોય” મીન્સ કે “જરા હટકે” મારી પત્ની રોમા એક મોડેલ હતી અને એને એક્ટિંગ નો શોખ છે. એટલે તમારી પર અમે એક ટેસ્ટ કર્યો કે રોમા આગળ ઓહ સોરી દિશા આગળ તમે કેટલા ટકી શકો છો... મને કહેતા આનંદ થાય છે કે તમે એમાં પાસ છો... તમારી સાથે બીજા પાંચ પણ હતાં જેની પર પણ આ ટેસ્ટ કરવામાં આવ્યો હતો એ પાંચેય ને રોમાં એ થપ્પડો મારી છે...... અને ફક્ત તમારા જ કિસ્સામાં રોમે થપ્પડ ખાધી છે.. જુઓ એનો ગાલ આની પર હજુ સળ દેખાઈ આવે છે...” બીજી વાત મિસ્ટર ભટ્ટ કે તમે કંપનીને વફાદાર રહેજો.. આ ત્રણ મહીનામા અમે તમારી પાછળ લાખોનો ખર્ચ કરીને તમારી તમામ વિગતો,તેવો,લક્ષણો, વગેરેની યાદી કરેલ છે.. તમે કોલેજમાં ભણતા ત્યાંથી અત્યાર સુધીની તમામ બાબતો અમે મેળવી છે.. અરે તમે તમારી પત્ની આરતી સાથે હનીમૂન કરવા ગયા ત્યારે કઈ હોટલમાં ઉતર્યા હતાં એની પણ માહિતી છે.. આ એટલા માટે કે અમે કંપનીમાં એક પરફેક્ટ મેનેજર ઇચ્છતા હતાં.. મિસ્ટર ભટ્ટ જોઇન કર્યા પછી પણ આ રોમાની અને તમારી વાત કોઈને કહેશો નહીં. એટલા માટેજ મે તમને અહીં મારા બંગલે બોલાવ્યા છે.. અને હા કંપની તમને પેકેજમાં ૨૫ ને બદલે ૩૦ લાખ આપશે.. પાંચ લાખ થપ્પડ મારવાનાના ઈનામ ના ... અને હા તમે પરમ દિવસ થી જોઇન થઈ શકો છો.. તમને કાલે થલતેજ વિસ્તારમાં એક બંગલો સોંપાઈ જશે. અને બહાર હોંડા સિટી કાર ડ્રાઈવર સાથે ઊભી છે એ આજથી તમારી છે. હવે તમે આ કંપનીના પ્રોજેકટ મેનેજર છો અને મારો મેનેજર કોઈ દિવસ ઓટો રિક્ષામાં ના આવે.. હવે તમે જઇ શકો છો.. કમ ઓન બેબી” કહીને આદિત્ય મોનાની સાથે દાદર ઉપર જય રહ્યા હતાં.... ખુશીના આંસુ સાથે મલય બહાર નીકળ્યો.. ડ્રાઈવરે સેલ્યુટ મારી દરવાજો ખોલ્યો.. અને પછી હુકમ થયો
“ નિકોલ ચાર રસ્તા લઈ લે” ગાડી દોડવા લાગી એફએમ પર ગીત વાગતું હતું
“જિંદગી એક સફર હઇ સુહાના “
યહાં કલ ક્યાં હોગા યહ કિસને જાના .....

લેખક :- મુકેશ સોજીત્રા
શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ.
ઢસાગામ તા : ગઢડા
જિલ્લો :- બોટાદ ૩૬૪૭૩૦

क्या आपको यह पोस्ट पसंद आई ? तो Youtube पर Click करके Subscribe करें और Share- Comment जरूर करें

Subscribe To Get FREE Materials!

Post a Comment

 
Top