0

Join Our FaceBook Group To Get More and More Fast Update With Direct Link.. CLICK HERE

Join Our Whatsapp Group To Get More and More Fast Update With Direct Link.. CLICK HERE

Download our android App 'E-edugujarat'and Download Direct Materials CLICK HERE


અમદાવાદની જાણીતી હોટેલની સામે એક આલીશાન ગાડી ઉભી રહી, તેમાંથી મજબુત બાંધાનો કદાવર પુરષ નીચે ઉતારીને હોટલના પગથીયા ચડીને હોટેલની બારી પાસેના ખૂણામાં બેસે છે. વેઈટર પાસે ગુજરાતી મેનુ મંગાવી તેમાંથી બાજરાનો રોટલો, રીંગણાનો ઓળો, અને છાસનો ઓર્ડર આપે છે. થોડીવાર માં વેઈટર આપેલા ઓર્ડર મુજબ વસ્તુઓ ટેબલ પર થાળીમાં પીરસી ચાલ્યો જાય છે. મિસ્ટર ચાવડા બાજરાના રોટલાનો ટુકડો તોડી મોમાં મુકે છે કે પોતે પોતાની જૂની યાદ્દો માં ગરકાવ થઇ જાય છે.
આજથી ૧૦ વર્ષ પહેલા પોતે સીધી ભરતીથી પી.એસ.આઈ તરીકે અમદાવાદમાં નીમુણક પામે છે. કઈક નવું કરી બતાવાના જુસ્સા સાથે પોલીસ સ્ટેશને જી પોતાનો ચાર્જ સંભાળે છે. પોતાના એરિયાનું નકશામાં નિરીક્ષણ કરી આ એરીયામાં રહેલા બુટલેગરોનું લીસ્ટ બનાવી પોતાના ટેબલ પર હાજર કરવામાં આવે છે.
First Impression is Last Impression ના આધારે મિસ્ટર ચાવડાની એવી ધાક બેસી ગઈ કે આજુબાજુના બુટલેગરો પોતાની માયા સંકેલી લીધી અથવા તો બીજા સ્થળોએ પોતાનો ધંધો ફેરવી નાખ્યો. થોડા સમયમાં પોતાના એરીયામાં ચાલતી તમામ ગેરકાયદેસરની પ્રવૃત્તિ ઓ બંધ કરી તેમની સામે કડક પગલા લીધા. મિસ્ટર ચાવડાનાં કામને પણ લોકો ખુશાલી સાથે વધાવ્યું અને મિસ્ટર ચાવડાની ધીમે ધીમે લોકચાહના વધવા લાગી.
ટૂંક સમયમાં નોકરીના થોડા વર્ષોમાં મિસ્ટર ચાવડાની છાપ એક કર્તવ્યનિષ્ઠ, પ્રામાણિક, અને નીડર ઓફિસર તરીકેની પડી ગઈ. તેમના કામના આધારે તેમને પ્રમોશન મળ્યું. અને તેમની બદલી બીજા જીલ્લામાં કરવામાં આવી.
સૌ પ્રથમવાર જીલ્લામાં Dy. S.P તરીકે તેમની નિમણુંક કરવામાં આવી. જીલ્લા મુખ્ય પોલીસ મથકે પોતાનો ચાર્જ સંભાળ્યો. ધીમે ધીમે સમગ્ર જીલ્લામાં સમાચાર પ્રસરવા લાગ્યા કે મિસ્ટર ચાવડા Dy. S.P તરીકે આવેલ છે. બુટલેગરોમાં ભયનો ફફડાટ વ્યાપી ગયો હવે શું કરવું?પોતાની માયા સંકેલી લેવી કે અન્ય સ્થળે થોડા સમય માટે જતા રહેવું?
એવામાં અચાનક સાંજે ૦૭:૦૦ વાગ્યે પોલીસ કંટ્રોલ રૂમની ફોનની ઘંટડી રણકી. મિસ્ટર ચાવડા ફોન નું રીસ્સીવાર ઊંચકી કઈ બોલે તે પહેલા સામેના છેડેથી આજે સાંજે ૦૯:૦૦ કલાકે રાત્રે હાઈવે પર દારૂની ગાડી કોઈક વાડીએ ઉતારવાની છે. એવી બાતામું અજાણ્યા વ્યક્તિ દ્વારા આપવામાં આવી. મિસ્ટર ચાવડા કૈંક બોલે તે પહેલા તો ફોન કાપી જાય છે.
મિસ્ટર ચાવડા પોતાની ટુકડી બનાવી હાઈવે પર રેડ પાડવા માટે નીકળી પડે છે. હાઈવે પર પેટ્રોલિંગ માટે નીકળેલા મિસ્ટર ચાવડાની ગાડી સડસડાટ હાઈવે પર જઈ રહી છે. થોડી આગળ જી મિસ્ટર ચાવડા ગાડીમાંથી ઉતરી આજુબાજુની વાડીમાં તપાસ કરે છે. પણ કાંઈ મળતું નથી. એટલે મિસ્ટર ચાવડા પોતાની ટુકડીને ત્રણ ભાગમાં વહેંચી અલગ-અલગ વાડીઓમાં તપાસ કરવા માટે મોકલે છે.
મિસ્ટર ચાવડા પણ આજુબાજુની વાડીઓમાં એ કોન્સ્ટેબલ લઇ તપાસ કરવા નીકળી પડે છે. એવામાં વાડીઓનાં છેવાડે ભેખડ પાસે ઝાંખરા ઝાડીમાં કાંઇક સળગતું હોય તેવું નજરે પડ્યું. અને તપાસ કરવા માટે તે આગળ ચાલ્યા. ત્યાં જોયું તો એક સ્ત્રી ચુલા પર રોટલા બનાવતી હતી.
પોતાની આદત પ્રમાણે મિસ્ટર ચાવડાએ મળેલી બાતમીના આધારે પ્રશ્નો પૂછ્યા. પણ તેના જવાબ પણ તે સ્ત્રીએ નીડરતાથી આપ્યા. પાસે ખાટલામાં બેઠેલો તેનો પતિ છોકરાને રમાડતો હતો તે ઉભો થયો અને સાહેબને આવકારો આપ્યો. ખાટલામાં બેસી પાણીનો પ્યાલો આપ્યો. કાંઈ જ માહિતી ના મળતા મિસ્ટર ચાવડા એ તેના સાથીદારો પાચા ફરતા એટલામાં પેલા દંપતીએ તેમને જમવાનો આગ્રહ કર્યો. તપાસ માટે ફરીફરીને કકડીને લાગેલી ભૂખણા કારણે તે વધારે ના ન પાડી શક્યા અને જમવા માટે જમીન પર નીચે પલાઠી વાળીને બેસી શક્યા.
બધાની થાળીઓમાં બજારનો ઘી લગાવેલો રોટલો, રીંગણાનો ઓળો અને વાટકામાં છાસ પીરસવામાં આવી. સાહેબ જમતા હતા. એવામાં એક અજાણ્યો માણસ આવીને સ્ત્રીને પૂછે છે, “કેટલા નંગ પડ્યા છે?” અને સાહેબ એકાએક પુછાયેલા પ્રશ્નથી ચમકી જાય છે. સ્ત્રી પેલા અજાણ્યા માણસણે થોડીવાર રહી આવો એવો જવાબ આપે છે.
મિસ્ટર ચાવડા કાઈ પૂછે તે પૂછે તે પહેલા તે સ્ત્રી કહે છે કે, “ સાહેબ નિરાંતે જમી લો પછી બધી વાત કરું અને મિસ્ટર ચાવડા જમીને ખાટલા પર બેઠા પછી તે સ્ત્રી જાતે જ વાત શરુ કરે છે. આ બધું બે ટાઈમના રોટલા અને છોકરા માટે કરીએ છીએ. આ છોકરાને પેટની ગંભીર બીમારી છે. તે સ્ત્રી પોતાના દુ:ખોનું વર્ણન કરતી રહી અને મિસ્ટર ચાવડા તે એકીધ્યાને સાંભળતા રહ્યા.
અંતમાં મિસ્ટર ચાવડા ઉભા થઇ તેના છોકરાના હાથમાં ૧૦૦ રૂ. નોટ મૂકી ચાલ્યા જાય છે. તેની અત્યાર સુધીની સર્વિસમાં પહેલીવાર તેઓએ નિયમનો ભંગ કર્યો હતો અને એ પણ એક રોટલાને ખાતર અને એ પણ પોતાના રોટલા ખાતર નહિ પણ એક બીમાર બાળકના રોટલા ખાતર.

લેખક ":- લકૂમ કિશોર..
ગઢડા (બોટાદ)

क्या आपको यह पोस्ट पसंद आई ? तो Youtube पर Click करके Subscribe करें और Share- Comment जरूर करें

Subscribe To Get FREE Materials!

Post a Comment

 
Top